સર્ચ અને પ્રાઇવસિ

Appleને તમારા દ્વારા Safari, Siri અને Spotlightમાં એંટર કરવામાં આવેલાં સર્ચને તમારી સાથે લિંક ન કરવામાં આવે તેવી રીતે સ્ટોર કરવાની અનુમતિ આપીને સર્ચ સુધારવામાં મદદ કરો. સર્ચમાં સામાન્ય જ્ઞાનની ખોજ અને સંગીત પ્લે કરવા તેમજ દિશા નિર્દેશન મેળવવા જેવાં કાર્યો માટે કરેલી વિનંતીઓ સામેલ છે.
 

સર્ચ તમારી માહિતી સુરક્ષિત રાખવા માટે અને તમે શું શેર કરો છો તે તમને પસંદ કરવા દેવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.


સર્ચ પરિણામોને વધુ સુસંગત બનાવવા માટે અમુક માહિતી Appleને મોકલવામાં આવે છે અને તમારી સાથે જોડવામાં આવતી નથી

જ્ચારે તમે ખોજો અથવા વિઝ્યુઅલ લુક અપનો ઉપયોગ કરો છો, જ્યારે તમે સર્ચ, Safari સર્ચ, મેસેજમાં #ઇમેજ સર્ચમાં ટાઇપ કરો અથવા Spotlightનો ઉપયોગ કરો છો ત્યારે અપ-ટૂ-ડેટ સૂચનો પ્રદાન કરવા માટે Appleને સીમિત માહિતી મોકલવામાં આવશે. Appleને મોકલવામાં આવેલી કોઈ પણ માહિતી તમારી ઓળખ કરતી નથી અને કોઈ 15-મિનિટ રૅન્ડમ, રોટેટિંગ ડિવાઇસ-જનરેટેડ આઇડેંટિફાયર સાથે જોડવામાં આવે છે. આ માહિતીમાં લોકેશન, રુચિના વિષયો (ઉદાહરણ તરીકે, કૂકિંગ અથવા બાસ્કેટબૉલ), વિઝ્યુઅલ લુક અપ સહિત તમારી સર્ચ ક્વેરી, તમારી સર્ચ ક્વેરી સાથે સંબંધિત સંદર્ભ માહિતી, તમારા દ્વારા સિલેક્ટ કરવામાં આવેલા સૂચનો, તમારા દ્વારા ઉપયોગ કરવામાં આવતી ઍપ અને સંબંધિત ડિવાઇસ વપરાશ ડેટા સામેલ હોઈ શકે છે. આ માહિતીમાં તમારા ડિવાઇસ પરની ફાઇલ અથવા કૉન્ટેંટ દર્શાવતા સર્ચ પરિણામો સામેલ નથી. જો તમે સંગીત અથવા વીડિયો સબ્સ્ક્રિપ્શન સર્વિસને સબ્સ્ક્રાઇબ કરો છો તો આ સર્વિસના નામ અને સબ્સ્ક્રિપ્શનનો પ્રકાર Appleને મોકલવામાં આવી શકે છે. તમારા અકાઉંટનું નામ, નંબર અને પાસવર્ડ Appleને મોકલવમાં આવશે નહિ.

તમે Siriનો ઉપયોગ કરીને પણ સર્ચ કરી શકો છો જેમ કે Siriને સામાન્ય જ્ઞાન ખોજો માટે કહીને અથવા દિશા મેળવવા જેવી વસ્તુઓ કરીને. જ્યારે તમે Siriનો ઉપયોગ કરો છો ત્યારે તમારી વિનંતીની ટ્રાંસક્રિપ્ટ અને અન્ય ડેટા તમારી વિનંતીને સ્ટોર કરવા માટે Appleને મોકલવામાં આવી શકે છે અને સ્ટોર કરવામાં આવી શકે છે. તમે સેટિંગ્સ > Siri પર જઈને Siri તમારો ડેટા કેવી રીતે હેંડલ કરે છે તે વિષે વધુ જાણી શકો છો.

Appleને મોકલવામાં આવેલી તમારી સર્ચ સબંધિત માહિતીનો ઉપયોગ તમારી વિનંતીને પ્રોસેસ કરવા માટે અને સર્ચ પરિણામો ડેવલપ અને બહેતર કરવા માટે કરવામાં આવે છે જેમ કે તમારી સર્ચ ક્વેરીનો ઉપયોગ સર્ચ મૉડલને ફાઇન-ટયૂન કરીને. તે તમારા Apple અકાઉંટ અથવા ઇમેલ અડ્રેસ સાથે લિંક નથી.

ઍગ્રીગેટ કરેલ માહિતીનો ઉપયોગ અન્ય Apple પ્રૉડક્ટ અને સેવાઓને સુધારવા માટે કરવામાં આવી શકે છે. Apple સર્ચ ક્વેરીના એક લિમિટેડ, રૅન્ડમ રીતે સાંપલ કરવામાં આવેલા સેટને સર્ચ ફીચરનું મૂલ્યાંકન કરવા અને પર્ફૉર્મન્સ અને ગુણવત્તા બહેતર કરવાના હેતુસર સર્ચ ટૂલ પાસે મોકલી શકે છે.

Safariમાં સર્ચ એંજિન સૂચનો

Safariમાં સર્ચ અને વેબ અડ્રેસ માટે એકલ ફીલ્ડ હોય છે જેથી તમે એક સુવિધાજનક સ્થાનમાંથી વેબ બ્રાઉઝ કરી શકો. સર્ચ એંજિન સૂચનો સક્ષમ કરેલા હોય ત્યારે તમે જે ટાઇપ કર્યું છે તેના આધારે Safari તમારા દ્વારા સિલેક્ટ કરવામાં આવેલા સર્ચ એંજિન પાસે સૂચનો માંગશે.

Safariમાં ટૉપ હિટ પ્રીલોડ કરો

જ્યારે “પ્રીલોડ ટૉપ હિટ” સક્ષમ હોય, ત્યારે Safari તમારા બુકમાર્ક અને બ્રાઉઝિંગ હિસ્ટરીના આધારે ટૉપ હિટ નક્કી કરે ત્યારે Safari બૅકગ્રાઉંડમાં વેબપેજ લોડ કરવાનું શરૂ કરશે. જો તમે આ વિકલ્પને અક્ષમ કરો છો તો પેજ સામાન્ય રીતે લોડ થશે.

પસંદગી અને કંટ્રોલ તમારી પાસે છે

જો તમે Apple દ્વારા તમારી સર્ચ ક્વેરીને સ્ટોર કરવા અને તેનો ઉપયોગ સર્ચને બહેતર બનાવવા માટે કરવા ન માંગતા હો તો તમે સેટિંગ્સ > સર્ચ પર જઈને સર્ચને બહેતર બનાવવા Appleની મદદ કરો પર ટૅપ કરીને બંધ કરી શકો છો. જો તમે “Siri અને ડિક્ટેશન બહેતર બનાવો” સક્ષમ કર્યું છે તો તમે Siri દ્વારા જે સર્ચ કરો છો તે હજી પણ સ્ટોર કરવામાં આવશે અને Siriને બહેતર બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. તમે સેટિંગ્સ > પ્રાઇવસિ અને સુરક્ષા > ઍનાલિટિક્સ અને સુધારા પર જઈને Siri અને ડિક્ટેશનને બહેતર કરોને અક્ષમ કરી શકો છો અને Siri અને ડિક્ટેશનને બહેતર કરોને બંધ કરવા માટે ટૅપ કરી શકો છો.

જો તમે વેબ-આધારિત કૉન્ટેંટ અને સર્ચ પરિણામો નથી ઇચ્છતા તો તમે સેટિંગ્સ > સર્ચ પર અને તે ફીચરને બંધ કરવા માટે ટૅપ કરીને “તાજેતરના સર્ચ બતાવો” અને “સંબંધિત કૉન્ટેંટ બતાવો”ને અક્ષમ કરી શકો છો.

તમે સેટિંગ્સ > પ્રાઇવસિ અને સુરક્ષા > લોકેશન સેવા > સિસ્ટમ સેવા પર જઈને સૂચનો અને સર્ચ બંધ કરવા માટે ટૅપ કરીને સર્ચ માટે લોકેશન સેવાને અક્ષમ કરી શકો છો. જો તમે લોકેશન સેવાને તમારા ડિવાઇસમાં બંધ કરો તો તમારું લોકેશન Appleને મોકલવામાં આવશે નહિ.

Appleને મોકલવામાં આવેલી માહિતીને Apple વિશ્વાસુ તૃતીય પક્ષ સર્વિસ પ્રોવાઇડર સાથે પ્રોસેસ અને સ્ટોર કરી શકે છે.

સર્ચનો ઉપયોગ કરીને તમે Apple તેમજ તેમના સહયોગી અને એજંટ દ્વારા આ માહિતીનું ટ્રાંસમિશન, કલેક્શન, મેનટેનંસ, પ્રોસેસિંગ અને ઉપયોગ કરવા માટે સહમત થાઓ છો અને અનુમતિ આપો છો. હંમેશા Apple દ્વારા કલેક્ટ કરવામાં આવેલી માહિતીને Apple પ્રાઇવસિ પૉલિસી અનુસાર વ્યવહારમાં લાવવામાં આવશે જેને www.apple.com/in/privacy પર જોઈ શકાય છે.

2026-03-30