ટેક્સ્ટ મેસેજ ફિલ્ટરિંગ અને પ્રાઇવસિ
ટેક્સ્ટ મેસેજ ફિલ્ટર તમને અજ્ઞાત RCS, SMS અને MMS મેસેજની ઓળખ કરવા અને ફિલ્ટર કરવાની રીત ઉપલબ્ધ કરાવે છે.
તમે તૃતીય-પક્ષ ટેક્સ્ટ મેસેજ ફિલ્ટરને ઇંસ્ટૉલ અને ઉપયોગ કરી શકો છો. જો તમે આવું કરો તો તૃતીય પક્ષ ફિલ્ટર પ્રોવાઇડર ઇનકમિંગ RCS, SMS અને MMS મેસેજમાં સામેલ તમામ ટેક્સ્ટ અને કૉન્ટેંટ ઍક્સેસ કરી શકે છે જે તમને અજ્ઞાત મોકલનાર પાસેથી પ્રાપ્ત થાય છે. આ મેસજમાં બૅન્ક અથવા અન્ય સંસ્થાના વેરિફિકેશન કોડ તેમજ કદાચ RCS, SMS અને MMSમાં હોય તેવી વ્યક્તિગત અથવા સંવેદનશીલ માહિતીનો સમાવેશ થઈ શકે છે. જ્યારે તમે કોઈ તૃતીય પક્ષ પ્રદાતાના ટેક્સ્ટ મેસેજ સ્પૅમ ફિલ્ટરનો ઉપયોગ કરો ત્યારે તમે ફિલ્ટર પ્રદાતાની શરતો, પ્રાઇવસિ પૉલિસી અને વ્યવહારોને આધીન રહો છો. અમે તમને એ તૃતીય પક્ષોની શરતો, પ્રાઇવસિ પૉલિસી, અને વ્યવહારો વિષે જાણવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. તૃતીય-પક્ષ ટેક્સ્ટ મેસેજ સ્પૅમ ફિલ્ટર કાઢી નાખવા માટે સેટિંગ્સ > ઍપ્સ > મેસેજ > અજ્ઞાત અને સ્પૅમ પર જાઓ અને સૂચીમાંથી ફિલ્ટર કાઢી નાખો.
તમે કોઈ ટેક્સ્ટ મેસેજનો ત્રણ વખત જવાબ આપ્યો હોય અથવા મોકલનારને તમારા સંપર્કમાં ઉમેર્યા હોય પછી તે મોકલનારના ટેક્સટ મેસેજને અજ્ઞાત મોકલનાર તરીકે ફિલ્ટર કરવામાં આવશે નહિ.
બ્રાઝિલ અને ભારતમાં મેસેજ ઍપના યૂઝર માટે
યૂઝરને તેમના મેસેજની ગોઠવણમાં મદદ માટે ટેક્સ્ટ મેસેજ ફિલ્ટર ડિફૉલ્ટ રૂપે સક્ષમ કરેલ છે. ઑન-ડિવાઇસ મશીન લર્નિંગનો ઉપયોગ કરીને અજ્ઞાત મોકલનારના મેસેજને બે પેટા વિભાગમાં સૉર્ટ કરી શકાય છે : ટ્રાંઝેક્શન અથવા પ્રમોશન. ટેક્સ્ટ મેસેજ ફિલ્ટર મેસેજનું કોઈ કૉન્ટેંટ અથવા ડેટા Appleને મોકલતું નથી. તમે સેટિંગ્સ > ઍપ્સ > મેસેજ > અજ્ઞાત અને સ્પૅમ પર જઈને સૂચીમાંથી એકે નહિ સિલેક્ટ કરીને ટેક્સ્ટ મેસેજ ફિલ્ટરને કોઈ પણ સમયે અક્ષમ કરી શકો છો.
2025-12-12