Touch ID અને પ્રાઇવસિ

Touch ID તમારી માહિતીને સુરક્ષિત રાખવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.


તમે Touch ID દ્વારા તમારી ફિંગરપ્રિંટનો ઉપયોગ તમારા ડિવાઇસને અનલૉક કરવા અને Apple Pay, App Store, અને Apple Books દ્વારા ખરીદી કરવા માટે કરી શકો છો.

Touch IDનો ઉપયોગ તમારો iPhone, iPad, અથવા Mac અનલૉક કરવા માટે થઈ શકે છે. Touch ID સેંસરનો ઉપયોગ કરીને, Touch ID નક્કી કરે છે કે ફિંગરપ્રિંટ એનરોલ કરેલા ફિંગરપ્રિંટ સાથે મેચ થાય છે કે નહિ. Touch IDના અન્ય ઉપયોગમાં Apple Payથી ચુકવણી કરવી, App Storeમાં ખરીદી કરવી અને ઍપ્સની અંદર પ્રમાણીકરણનો સમાવેશ થાય છે.

Touch ID ડેટા — તમારી ફિંગરપ્રિંટના ગાણિતીય નિરૂપણ સહિત — એંક્રિપ્ટેડ છે અને Secure Enclaveમાં સુરક્ષિત છે. Touch ID તમારા ફિંગરપ્રિંટની કોઈ પણ ઇમેજ સ્ટોર કરતું નથી અને તેના બદલે માત્ર ગાણિતીય પ્રતિનિધિત્વ પર આધાર રાખે છે. આ સ્ટોર કરેલાં ડેટામાંથી તમારી અસલ ફિંગરપ્રિંટ ઇમેજનું રિવર્સ એંજિનિયર કરવું કોઈ પણ માટે શક્ય નથી. Touch ID મૅચિંગ ચોકસાઈ વધારવા માટે એનરોલ કરેલી ફિંગરપ્રિંટના ગાણિતિક સ્વરૂપને સમયાંતરે વધારે અપડેટ કરશે. Touch ID આ ડેટાને ત્યારે પણ અપડેટ કરશે જ્યારે તેને નજીકના મૅચ મળે છે પણ ત્યાર પછી ડિવાઇસ અનલૉક કરવા માટે પાસકોડ એંટર કરવામાં આવશે.

Touch ID ડેટા તમારા ડિવાઇસમાં જ રહે છે તેમજ iCloud અથવા બીજી કોઈ જગ્યા પર તેનું બૅકઅપ લેવામાં આવતું નથી.

તમે Touch ID સંબંધિત કંટ્રોલ ધરાવો છો

જો તમે Touch IDમાં એનરોલ કરો છો તો તમે તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તેને કંટ્રોલ કરો શકો છો અથવા તમે કોઈ પણ સમયે તેને અક્ષમ કરી શકો છો. ઉદાહરણ તરીકે જો તમે તમારા iPhone અથવા iPadને અનલૉક કરવા માટે Touch IDનો ઉપયોગ કરવા નથી માંગતા તો સેટિંગ્સ > Touch ID અને પાસકોડ પર જઈને પાસકોડ એંટર કરો પછી “iPhone અનલૉક અથવા iPad અનલૉક બંધ કરો” પર ટૅપ કરો. Mac પર સિસ્ટમ સેટિંગ્સ > Touch ID અને પાસવર્ડ પર જાઓ અને “તમારા Macને અનલૉક કરવા માટે Touch IDનો ઉપયોગ કરો” બંધ કરો પર ક્લિક કરો.

iPhone અથવા iPad પર Touch ID અક્ષમ કરવા માટે સેટિંગ્સ > Touch ID અને પાસકોડ પર જઈને તમારો પાસકોડ એંટર કરો પછી ફિંગરપ્રિંટ સેક્શન હેઠળ સ્ટોર કરવામાં આવેલી દરેક ફિંગરપ્રિંટ પર ટૅપ કરો અને સ્ટોર કરવામાં આવેલી દરેક ફિંગરપ્રિંટ માટે “ફિંગરપ્રિંટ ડિલીટ કરો” પર ટૅપ કરો. Mac પર સિસ્ટમ સેટિંગ્સ > Touch ID અને પાસવર્ડ પર જાઓ, પછી જેને કાઢી નાખવા ઇચ્છતા હો તે ફિંગરપ્રિંટ પર ક્લિક કરો અને સંકેત મળે ત્યારે ડિલીટ કરવાની પુષ્ટિ કરો. આવું કરવાથી તમારા ડિવાઇસમાંથી તમારા ટચના ગાણિતીક નિરૂપણ સહિતનો Touch ID ડેટા ડિલીટ કરવામાં આવશે. જો તમે ખોજીની મદદથી અથવા તો તમામ કૉન્ટેંટ અને સેટિંગ્સ મિટાવીને તમારા ડિવાઇસનો ડેટા મિટાવવાનું કે રીસેટ કરવાનું પસંદ કરો છો તો તમામ Touch ID ડેટા ડિલીટ કરવામાં આવશે.

Touch ID અને ઍપ્સ

સપોર્ટેડ ઍપ્સમાં તમે પ્રમાણીકરણ માટે Touch ID સક્ષમ કરી શકો છો. ઍપને ફક્ત પ્રમાણીકરણ સફળ થયું છે કે નહિ એ સ્થિતિમાં જ સૂચિત કરવામાં આવે છે. ઍપ એનરોલ કરેલી ફિંગરપ્રિંટથી સંબંધિત Touch ID ડેટા ઍક્સેસ નથી કરી શકતી.

2025-12-12