અનુવાદ અને પ્રાઇવસિ

અનુવાદ ઍપ અને સિસ્ટમવ્યાપી અનુવાદને તમારી માહિતી સુરક્ષિત રાખવા માટે અને તમે શું શેર કરો છો તે તમને પસંદ કરવા દેવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે.


તમારા દ્વારા ભાષાંતર માટે પસંદ કરવામાં આવતા ઑડિઓ અને ટેક્સ્ટ (ઇમેજમાં ઓળખાયેલા ટેક્સ્ટ સહિત) તમારી વિનંતીને પ્રોસેસ કરવા માટે Appleને મોકલવામાં આવી શકે છે. તમારી વિનંતીઓ રૅન્ડમ, રોટેટિંગ આઇડેંટિફાયર સાથે જોડાયેલા હોય છે નહિ કે તમારા Apple અકાઉંટ, ઇમેલ અડ્રેસ અથવા અન્ય ડેટા સાથે જે તમારા દ્વારા Apple સેવાઓનો ઉપયોગ કરવાથી Apple પાસે હોઈ શકે છે. ડિફૉલ્ટ રીતે, Apple તમારા ઑડિઓ ઇંટરૅક્શન અને તમારા ટેક્સ્ટ ઇનપુટની ટ્રાંસક્રિપ્ટ બે વર્ષ માટે સ્ટોર કરે છે અને આ ટ્રાંસક્રિપ્ટનો કોઈ સબસેટ રિવ્યૂ કરી શકે છે. વિનંતીનો રિવ્યૂ કરવામાં આવેલો નાનો સબસેટ અનુવાદ કરો, સિસ્ટમવ્યાપી અનુવાદ અને Siri જેવા અન્ય નેચરલ લૅનગ્વેજ પ્રોસેસિંગ ફીચરમાં સતત સુધારણા માટે બે વર્ષથી વધારે સમય સુધી રાખી શકાય છે.

તમે તમારા ડિવાઇસમાં ભાષાઓ ડાઉનલોડ કરી શકો છો. જ્યારે તમે જે ભાષા વચ્ચે અનુવાદ કરી રહ્યા છો તે બંને ડાઉનલોડ થઈ જાય ત્યારે તમારા ડિવાઇસ પર પ્રક્રિયા થાય છે.

તમને નુકસાન કે ઈજા પહોંચી શકે, ભારે જોખમભરી સ્થિતિ હોય, નૅવિગેશન કરવાનું હોય અથવા નિદાન કરવાનું હોય અથવા કોઈ પણ તબીબી સમસ્યાની સારવાર કરાવવાની હોય તેવા સંજોગોમાં તમારે અનુવાદ કરો ફીચર પર ભરોસો કરવો નહિ.

Siri અને ડિક્ટેશનને બહેતર બનાવવાનો વિકલ્પ પસંદ કરીને ઑડિઓ ઇંટરૅક્શનને સ્ટોર અને રિવ્યૂ કરવાની Appleને અનુમતિ આપીને તમે અનુવાદ કરો ફીચરના વૉઇસ અનુવાદને બહેતર કરવામાં મદદ કરી શકો છો. આમ કરવા માટે સેટિંગ્સ > પ્રાઇવસિ અને સુરક્ષા > ઍનાલિટિક્સ અને સુધારા પર જાઓ અને Siri અને ડિક્ટેશન બહેતર કરોને ચાલુ કરવા માટે ટૅપ કરો.

2026-02-11