પગલાં-દર-પગલાં મદદ અને પ્રાઇવસિ

જ્યારે તમે પગલાં-દર-પગલાં મદદનો ઉપયોગ કરો છો ત્યારે Apple તમારા ડિવાઇસ વિષે માહિતી કલેક્ટ કરશે જેથી તમને સામાન્ય ડિવાઇસ સમસ્યાનું નિદાન અને નિવારણ કરવામાં મદદ મળે. જો તમે પગલાં-દર-પગલાં મદદ દ્વારા Apple સપોર્ટનો સંપર્ક કરવાનું પસંદ કરો છો તો તમે Apple સલાહકારને મદદ કરવા માટે વધારાની માહિતી શેર કરી શકો છો.
 

પગલાં-દર-પગલાં મદદ તમારી પ્રાઇવસિને સુરક્ષિત રાખવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.


Privacy Icon

  • જ્યારે તમે પગલાં-દર-પગલાં મદદનો ઉપયોગ કરો છો ત્યારે તમને સામાન્ય ડિવાઇસ સમસ્યાનું નિદાન અને નિવારણ કરવામાં મદદ મળે તે માટેની ભલામણો આપવા માટે Apple તમારા ડિવાઇસ મૉડલ, સિરિઅલ નંબર, ઑપરેટિંગ સિસ્ટમ અને દેશ તેમજ ભાષા સેટિંગ્સ કલેક્ટ કરશે.
  • જો તમે પગલાં-દર-પગલાં મદદ દ્વારા Apple સપોર્ટનો સંપર્ક કરો તો તમે Apple સલાહકારને મદદ કરવા માટે પગલાં-દર-પગલાં મદદના ઉપયોગ સંબંધિત વધારાની માહિતી Apple સાથે શેર કરવાનું પસંદ કરી શકો છો. આ માહિતી તમારા Apple અકાઉંટ સાથે જોડવામાં આવશે અને તેનો ઉપયોગ સપોર્ટ કેસને ખોલવા માટે કરવામાં આવશે.

પગલાં-દર-પગલાં મદદ એકદમ શરૂઆતથી તમારી પ્રાઇવસિને સુરક્ષિત રાખવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. અમે માત્ર તમને બહેતર અનુભવ પ્રદાન કરવા માટે જરૂરી હોય એવા ડેટાને જ કલેક્ટ કરવા માટે સખત મહેનત કરીએ છીએ. અમે ડેટા કલેક્ટ કરતી વખતે માનીએ છીએ કે તમારા માટે એ જાણવું જરૂરી છે કે અમે શું કલેક્ટ કરી રહ્યા છીએ અને શા માટે? જેથી તમે સમજી વિચારીને પસંદગી કરી શકો.

સેલ્ફ-સર્વિસ સપોર્ટ

પગલાં-દર-પગલાં મદદ સામાન્ય પ્રશ્નો અને નિવારણ માટે મદદ કરે છે. તમે તમારા ડિવાઇસ કીપૅડ પર Apple સપોર્ટ ફોન નંબર ડાયલ કરીને અને પગલાં-દર-પગલાં મદદ વિકલ્પને ટૅપ કરીને, તમારા ડિવાઇસની સમસ્યાનું નિવારણ કરવામાં Siriની મદદથી અથવા ટિપ્સ ઍપ પર નૅવિગેટ કરીને કોઈ પણ સમયે પગલાં-દર-પગલાં મદદ ઍક્સેસ કરી શકો છો. જ્યારે તમે પગલાં-દર-પગલાં મદદનો ઉપયોગ કરો છો ત્યારે Apple તમારા ડિવાઇસ વિષેની માહિતી કલેક્ટ કરે છે જેમાં મૉડલ, સિરિઅલ નંબર, ઑપરેટિંગ સિસ્ટમ અને દેશ અને ભાષા સેટિંગ્સનો સમાવેશ થાય છે જેથી એવા કૉન્ટેંટની ભલામણ કરી શકાય જે તમને સામાન્ય ડિવાઇસ સમસ્યાનું નિદાન અને નિવારણ કરવામાં મદદ કરી શકે.

Apple સપોર્ટને સંપર્ક થઈ રહ્યો છે
જો તમે પગલાં-દર-પગલાં મદદનો ઉપયોગ કરીને તમારા ડિવાઇસની સમસ્યાને પોતે ઉકેલી શકતા નથી તો તમે વધારે સપોર્ટ મેળવવા માટે પગલાં-દર-પગલાં સૂચનો દ્વારા સીધા Apple સલાહકાર સાથે કનેક્ટ થવાનું પસંદ કરી શકો છો. પગલાં-દર-પગલાં મદદથી Appleને સરળ હૅન્ડઑફ માટે તમે પસંદ કરી શકો છો કે તમારે કઈ માહિતી શેર કરવી છે અને કોઈ વિશિષ્ટ સમસ્યા જેનો તમે નિવારણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છો. તમે Apple સપોર્ટ સાથે શેર કરવા માટે પસંદ કરેલી માહિતીનો ઉપયોગ છેતરપિંડી શોધવા માટે પણ થઈ શકે છે. તમે જે માહિતી શેર કરી શકો છો તેમાં સામેલ છે :

  • Apple અકાઉંટ ડેટા જેમ કે તમે Apple અકાઉંટ સેટ અપ કર્યું છે કે નહિ અને તમારા Apple અકાઉંટ સાથે જોડાયેલ નામ, ઇમેલ અડ્રેસ, ફોન નંબર અને યુનીક આઇડેંટિફાયર
  • મેસેજ સેટિંગ્સ, જેમ કે iMessage ચાલુ છે કે નહિ
  • Wi-Fi સ્ટેટસ, જેમ કે તમારું Wi-Fi ચાલુ છે અને કનેક્ટેડ છે નહિ
  • Bluetooth સેટિંગ્સ અને કનેક્ટેડ ડિવાઇસ, જેમ કે Bluetooth ચાલુ છે કે નહિ અને વાયરલેસ ઇયરબડ્સ કનેક્ટેડ છે કે નહિ
  • મેલ અકાઉંટ સેટિંગ્સ, જેમ કે તમારી પાસે ઇમેલ અકાઉંટ સેટ અપ છે કે નહિ
  • ઑટોમૅટિક અપડેટ સેટિંગ્સ, જેમ કે તમારા ઑટોમૅટિક અપડેટ ચાલુ છે કે નહિ
  • VPN સેટિંગ્સ, જેમ કે તમારું VPN ચાલુ છે અને કનેક્ટેડ છે કે નહિ
  • સોફ્ટવેર વર્ઝન અને તમારા ડિવાઇસ માટે સોફ્ટવેર અપડેટ ઉપલબ્ધ છે કે નહિ
  • તમારા પગલાં-દર-પગલાં મદદ સેશનમાંથી તમારા ઇંટરૅક્શન જેમાં સમસ્યા નિવારણ પ્રશ્નોના તમારા જવાબ અને પગલાં-દર-પગલાં સૂચનોમાં તમે ટાઇપ કરો તે સર્ચ, પગલાં-દર-પગલાં મદદના આધારે તમે કરેલી ઍક્શન, જેમ કે ભલામણ કરેલ ડિવાઇસ સેટિંગ્સ ખોલવી અને પગલાં-દર-પગલાં મદદ સંબંધિત લેખો જે તમને સૂચવવામાં આવ્યા હતા અને જે તમે ખોલ્યા હતા તે સામેલ હોઈ શકે છે.

Appleને મોકલવામાં આવતા ડેટાને વિશ્વાસુ તૃતીય પક્ષ સર્વિસ પ્રોવાઇડર દ્વારા પ્રોસેસ અને સ્ટોર કરવામાં આવી શકે છે.

રિટેંશન

અમારા દ્વારા વ્યક્તિગત ડેટા માત્ર ત્યાં સુધી જ જાળવી રાખવામાં આવશે જ્યાં સુધી Appleની પ્રાઇવસિ પૉલિસી અથવા સેવા-સંબંધિત પ્રાઇવસિ નોટિસમાં જણાવ્યા અનુસાર તેને કલેક્ટ કરવાના ઉદ્દેશોની પૂર્તિ માટે જરૂરી હોય છે અથવા કાનૂની રૂપે જરૂરી હોય. રિટેંશન અવધિનું મૂલ્યાંકન કરવા દરમિયાન અમે સૌ પ્રથમ કાળજીપૂર્વક તપાસ કરીએ છીએ કે શું કલેક્ટ કરવામાં આવેલો વ્યક્તિગત ડેટા જાળવી રાખવો જરૂરી છે અને જો રિટેંશન જરૂરી હોય તો કાયદાકીય રીતે માન્ય સૌથી ઓછી અવધિ માટે વ્યક્તિગત ડેટા જાળવી રાખવા માટે કાર્યવાહી કરીએ છીએ. જો તમે પગલાં-દર-પગલાં મદદ દ્વારા Apple સપોર્ટ સાથે સપોર્ટ કેસ ખોલો તો તમારા સપોર્ટ કેસથી જોડાયેલો વ્યક્તિગત ડેટાને ઓછામાં ઓછા આઠ વર્ષ માટે અથવા તમારા હકૂમતમાં કાનૂનની જરૂરિયાત પ્રમાણે રિટેન કરવામાં આવશે. તમે જ્યારે કોઈ સપોર્ટ કેસ ખોલો ત્યારે બની શકે કે અમે છેતરપિંડી શોધવા માટે તમારો વ્યક્તિગત ડેટા રિટેન કરીએ. તમે Apple ડેટા અને પ્રાઇવસિ પેજ દ્વારા privacy.apple.com પર તમારું અકાઉંટ ડિલીટ કરવા માટેની વિનંતી કરી શકો છો. જો તમને પગલાં-દર-પગલાં મદદ માટે તમારા વ્યક્તિગત ડેટાનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે તેને લઈને પ્રશ્ન અથવા ચિંતા હોય અથવા તમે અમારા ડેટા સુરક્ષા અધિકારીનો સંપર્ક કરવા માંગતા હોવ તો તમે અમારો www.apple.com/in/legal/privacy/contact પર સંપર્ક કરી શકો છો.

વ્યક્તિગત ડેટા પ્રોસેસ કરવા માટે લાગૂ પડતો કાનૂની આધાર

જ્યારે તમે પગલાં-દર-પગલાં મદદનો ઉપયોગ કરો છો અથવા પગલાં-દર-પગલાં મદદ દ્વારા Apple સલાહકાર સાથે સીધા કનેક્ટ થાઓ ત્યારે Apple તમને ડિવાઇસ-વિશિષ્ટ સમસ્યા નિવારણ સપોર્ટ માટે ભલામણો પ્રદાન કરવા અને અમારી કાનૂની બાધ્યતાનું પાલન કરવા માટે તમારા વ્યક્તિગત ડેટાને જરૂર મુજબ પ્રોસેસ કરે છે. જ્યા સંમતિ અનુરૂપ કાનૂની આધાર હોય છે ત્યાં અમે તેને લાગૂ પડતા સ્થાનિક કાયદા પ્રમાણે પ્રાપ્ત કરવાની કોશિશ કરીએ છીએ.

જ્યાં લાગુ પડતા કાયદા નિર્દેશિત હોય ત્યાં અમે છેતરપિંડી અને અન્ય સંદેહયુક્ત ઍક્ટિવિટીને રોકવા અને સુરક્ષા હેતુ માટે અમારા અથવા તૃતીય પક્ષના તર્કસંગત હિતોના ઉદ્દેશ્ય માટે આવશ્યકતા અનુસાર વ્યક્તિગત ડેટાને પ્રોસેસ કરીએ છે.

હંમેશાં Apple દ્વારા એકત્રિત કરેલી માહિતીને Apple પ્રાઇવસિ પૉલિસી અનુસાર વ્યવહારમાં લેવામાં આવશે જેને www.apple.com/in/privacy પર જોઈ શકાય છે.

2025-12-12