Apple Vision Pro ઍપ અને પ્રાઇવસિ

Apple Vision Pro ઍપ App Store જેવી ઍપમાંથી કૉન્ટેંટ બતાવવા માટે તેમજ તમારા Apple Vision Pro વિષેની માહિતી બતાવવા અને તમને સૂચનાઓ મોકલવા માટે તમારા Apple અકાઉંટ વિષેની માહિતીનો ઉપયોગ કરે છે. તમારી પ્રિસ્ક્રિપ્શન માહિતી ઍન્ડ-ટૂ-ઍન્ડ એંક્રિપ્શનનો ઉપયોગ કરીને સિંક થાય છે.
 

Apple Vision Pro ઍપ તમે જે શેર કરો છો તે પસંદ કરવા માટે તેને સક્ષમ કરતી વખતે તમારી માહિતીને સુરક્ષિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.


Privacy Icon

  • Apple Vision Pro ઍપ તમારા Apple અકાઉંટ સાથે સંકળાયેલી આઇડેંટિફાયરનો ઉપયોગ App Store જેવી ઍપમાં ઉપલબ્ધ કૉન્ટેંટના પ્રીવ્યૂ તેમજ તમારા Apple Vision Pro વિષેની માહિતી બતાવવા અને તમને સૂચનાઓ મોકલવા માટે કરે છે.
  • જ્યારે તમે Apple Vision Pro ઍપનો ઉપયોગ કરો ત્યારે તમે Spatial Gallery, Apple TV અને App Store સહિત અન્ય ઍપના કૉન્ટેંટ સાથે જોડાઈ શકો છો. તમારો ડેટા તેમની સેવા સંબંધિત પ્રાઇવસિ નોટિસને આધારે કલેક્ટ કરવામાં આવશે.
  • તમારી પ્રિસ્ક્રિપ્શન માહિતી ઍન્ડ-ટૂ-ઍન્ડ એંક્રિપ્શનનો ઉપયોગ કરીને સિંક થાય છે.

Apple Vision Pro ઍપ તમારી માહિતી સુરક્ષિત રાખવા માટે અને તમે શું શેર કરો છો તે તમને પસંદ કરવા દેવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. અમે ડેટા કલેક્ટ કરતી વખતે માનીએ છીએ કે તમારા માટે એ જાણવું જરૂરી છે કે અમે શું કલેક્ટ કરી રહ્યા છીએ અને શા માટે.

Apple Vision Pro ઍપનો ઉપયોગ કરીને

Apple Vision Pro ઍપ તમને તમારા Apple Vision Pro ડિવાઇસ સંબંધિત નવા કૉન્ટેંટ અને માહિતીને એક જ જગ્યાએ ઍક્સેસ કરવાની અનુમતિ આપે છે. જ્યારે તમે Apple Vision Pro ઍપનો ઉપયોગ કરો ત્યારે Apple ઍપમાં કૉન્ટેંટ બતાવવા માટે તમારા Apple અકાઉંટ સાથે લિંક કરેલ આઇડેંટિફાયરનો ઉપયોગ કરે છે. તેમાં વિવિધ Apple ઍપ જેમ કે Spatial Gallery, App Store અને Apple TVના ઉપલબ્ધ કૉન્ટેંટના પ્રીવ્યૂ સામેલ હોય શકે છે. વધુમાં, જો તમે Apple Vision Pro ઍપમાં પ્રદર્શિત કૉન્ટેંટ સાથે જોડાઓ છો જે અન્ય Apple ઍપમાં ઉપલબ્ધ છે તો તમે તે ઍપમાંથી કૉન્ટેંટ જોવા માટે સમર્થ હશો તેમજ તેમની ઍપ સંબંધિત પ્રાઇવસિ સૂચનાઓને આધીન તમારો ડેટા કલેક્ટ કરવામાં આવશે.

Apple Vision Pro ઍપ તમને તમારા Apple Vision Pro વિષેની માહિતી જેમ કે ડિવાઇસનો સિરિઅલ નંબર અથવા તેને નવીનતમ અપડેટ પ્રાપ્ત થઈ છે નહિ તે બતાવવા માટે તમારા Apple અકાઉંટ સાથે લિંક કરેલ આઇડેંટિફાયરનો પણ ઉપયોગ કરે છે.

Apple Vision Pro ઍપ, ઍપમાં તમારા ZEISS ઑપ્ટિકલ ઇનસર્ટ માટે તમારી પ્રિસ્ક્રિપ્શન માહિતી બતાવે છે. તમારી પ્રિસ્ક્રિપ્શન સંબંધિત માહિતી ઍન્ડ-ટૂ-ઍન્ડ એંક્રિપ્શનનો ઉપયોગ કરીને સિંક થાય છે જેથી Apple તેને ઍક્સેસ કરી શકતું નથી.

Appleને મોકલવામાં આવેલી માહિતીને Apple વિશ્વાસુ તૃતીય પક્ષ સર્વિસ પ્રોવાઇડર સાથે પ્રોસેસ અને સ્ટોર કરી શકે છે.

તમારી સાથે સંચાર કરવો

અમે તમને સૂચનાઓ મોકલવા માટે ડિવાઇસ આઇડેંટિફાયરનો ઉપયોગ કરીએ છે. તમારા iOS ડિવાઇસ પર તમારી સૂચનાઓની પ્રાથમિકતાને અપડેટ કરવા માટે સેટિંગ્સ > સૂચનાઓ > Apple Vision Pro ઍપ પર જાઓ.

રિટેંશન

Apple દ્વારા વ્યક્તિગત ડેટા માત્ર ત્યાં સુધી જ જાળવી રાખવામાં આવશે જ્યાં સુધી Appleની પ્રાઇવસિ પૉલિસી અથવા સેવા-સંબંધિત પ્રાઇવસિ નોટિસમાં જણાવ્યા અનુસાર તેને કલેક્ટ કરવાના ઉદ્દેશોની પૂર્તિ માટે જરૂરી હોય છે અથવા કાનૂની રૂપે જરૂરી હોય. રિટેંશન અવધિનું મૂલ્યાંકન કરવા દરમિયાન અમે સૌ પ્રથમ કાળજીપૂર્વક તપાસ કરીએ છીએ કે શું કલેક્ટ કરવામાં આવેલો વ્યક્તિગત ડેટા જાળવી રાખવો જરૂરી છે અને જો રિટેંશન જરૂરી હોય તો કાયદાકીય રીતે માન્ય સૌથી ઓછી અવધિ માટે વ્યક્તિગત ડેટા જાળવી રાખવા માટે કાર્યવાહી કરીએ છીએ. જો તમને Apple Vision Pro ઍપના વપરાશ સંબંધિત કોઈ પ્રશ્ન કે ચિંતા હોય અથવા તમે અમારા ડેટા સુરક્ષા અધિકારીનો સંપર્ક કરવા માંગતા હોવ તો તમે અમારો www.apple.com/legal/privacy/contact પર સંપર્ક કરી શકો છો.

વ્યક્તિગત ડેટા પ્રોસેસ કરવા માટે લાગુ પડતો કાનૂની આધાર

અમે Apple Vision Pro ઍપમાં તમારા વ્યક્તિગત ડેટાને સામાન્ય રીતે Apple સાથે તમારા કરારના અમલ માટે પ્રોસેસ કરીએ છી, તે સેવા પ્રદાન કરવા અને અમારી કાનૂની બાધ્યતાનું અનુપાલન કરવા માટે જરૂરી હોય છે. જ્યા સંમતિ અનુરૂપ કાનૂની આધાર હોય છે ત્યાં અમે તેને લાગૂ પડતા સ્થાનિક કાયદા પ્રમાણે પ્રાપ્ત કરવાની કોશિશ કરીએ છીએ.

જ્યાં લાગુ પડતા સ્થાનિક કાયદા નિર્દેશિત કરે છે ત્યાં અમે તમને Apple Vision Pro ઍપ અને અન્ય Apple પ્રૉડક્ટ, સેવાઓ અને ઑફર વિષે સંચાર કરવા માટે અમારા કાયદેસર હિતોના ઉદ્દેશ્ય માટે અથવા તૃતીય પક્ષના હેતુઓ માટે જેમાં તમને રસ હોય તેવા જરૂરી વ્યક્તિગત ડેટા પર પ્રોસેસ કરીએ છે.

હંમેશા Apple દ્વારા કલેક્ટ કરવામાં આવેલી માહિતીને Apple પ્રાઇવસિ પૉલિસી અનુસાર વ્યવહારમાં લાવવામાં આવશે જેને www.apple.com/in/privacy પર જોઈ શકાય છે.

2025-12-12