VPN અને પ્રાઇવસિ

અમુક નેટવર્ક ટ્રૅફિકના રાઉટિંગને કંટ્રોલ કરવા માટે VPN સેટ અપ કરવામા આવી શકે છે.


વર્ચ્યૂઅલ પ્રાઇવેટ નેટવર્ક (VPN) એક એવી સર્વિસ છે જે તમારા ડિવાઇસના કેટલાક નેટવર્ક ટ્રાફિકને એંક્રિપ્ટ અને રૂટ કરી શકે છે અને તમારા IP અડ્રેસને એવી વેબસાઇટ અને સેવાઓથી છુપાવી શકે છે જે તમે જુઓ છો અને જેની સાથે તમે ઇંટરૅક્ટ કરો છો. VPN સક્રિય હોય ત્ચારે પણ આવશ્યક સિસ્ટમ સેવાઓ માટે જરૂરી કેટલાક ટ્રાફિક VPNની બહાર હશે જેથી તમારું ડિવાઇસ યોગ્ય રીતે કામ કરી શકે.

તમે App Storeમાંથી તમારી પસંદગીનું VPN કંફિગરેશન ડાઉનલોડ કરી શકો છો અને તેને પોતાના ડિવાઇસ પર ઇંસ્ટૉલ કરી શકો છો. તમારા નોકરીદાતા અથવા સ્કૂલ જેવી સંસ્થાઓ Apple Watch અથવા Apple TV સહિત તેમના દ્વારા મૅનેજ કરવામાં આવેલા ડિવાઇસ પર VPN કંફિગરેશન પણ સેટ અપ કરી શકે છે. તમે સેટિંગ્સ > સામાન્ય > VPN અને ડિવાઇસ મૅનેજમેંટ > VPN પર જઈને પછી VPN કંફિગરેશન ઉમેરો પર ટૅપ કરીને અને સુસંગત માહિતી એંટર કરીને iOS, iPadOS અથવા visionOS ડિવાઇસ પર મૅન્યુઅલ રીતે પણ VPN ઉમેરી શકો છો. Mac પર સિસ્ટમ સેટિંગ્સ > નેટવર્ક પર જાઓ, વધારે બટન પર ક્લિક કરો પછી VPN કંફિગરેશન ઉમેરો સિલેક્ટ કરો અને સુસંગત માહિતી એંટર કરો.

માત્ર તમને જેના પર ભરોસો હોય તે જ VPN સેવાનો ઉપયોગ કરવો. VPN કંફિગરેશન ઇંસ્ટૉલ કરેલું અને સક્રિય હોય ત્યારે તમારા VPN પ્રોવાઇડર તમારી ઑનલાઇન ઍક્ટિવિટીને જોઈ શકે છે, ઇંટરસેપ્ટ અને ફેરફાર કરી શકે એમ બની શકે છે. તમારે તમારા VPN પ્રોવાઇડરની પ્રાઇવસિ પ્રેક્ટિસને રિવ્યૂ કરવી જોઈએ જેથી તમે તેમની સેવાઓ અંગે અને તેઓ તમારા ડેટાને કઈ રીતે હેંડલ કરે છે તે જાણી શકો. તમે તૃતીય પક્ષ ઍપનો ઉપયોગ કરતા હો અથવા Apple દ્વારા સંચાલિત ન થતી હોય તેવી વેબસાઇટ બ્રાઉઝ કરતા હો ત્યારે Apple તમારી ઓળખ છતી થાય તે પ્રકારે તમારા ડિવાઇસ પરની VPN સેવાના ઉપયોગ અંગેની માહિતીને કલેક્ટ કરતું નથી.

VPN પ્રોવાઇડર કંટ્રોલ કરે છે કે તમારું VPN કંફિગરેશન કેવી રીતે ઑપરેટ થાય છે, જેમાં તમારા ડિવાઇસથી બહાર નિકળવા પર ટ્રૅફિક કેવી રીતે રૂટ કરવામાં આવે છે, તે એંક્રિપ્ટ કરેલ છે કે નહિ અને તમે જે વેબસાઇટ સાથે કનેક્ટેડ છો તેના માટે કયો ડેટા ઉપલબ્ધ છે વગેરેનો સમાવેશ થાય છે.

iCloud પ્રાઇવેટ રિલેને સક્ષમ કરવામાં આવેલું હોય એવા ડિવાઇસ પર VPN કંફિગરેશન ઇંસ્ટૉલ અને સક્રિય કરવામાં આવે તો VPN કંફિગરેશન કોઈ અન્ય રીતે પ્રાઇવેટ રિલે દ્વારા સુરક્ષિત હોય એવા ઇંટરનેટ કનેક્શનના રૂટિંગને નિર્ધારિત કરશે.

તમારા ડિવાઇસના તમામ નેટવર્ક ટ્રૅફિકને સક્રિય VPNના માધ્યમથી રૂટ કરવામાં આવશે નહિ. કોઈ ઍપ ડેવલપર માત્ર મોબાઇલ ડેટા જેવા તેમની ઍપ માટે જરૂરી પ્રકારના કનેક્શનનો નિર્દેશ કરે તો તે ઍપ નેટવર્ક ટ્રૅફિકનો સક્રિય VPN કંફિગરેશનમાં સમાવેશ કરવામાં આવતો નથી. iOS, iPadOS અને visionOS ડિવાઇસ પર તમારા VPN પ્રોવાઇડર આ વિકલ્પોને ઓવરરાઇડ કરી શકે છે અને સક્રિય VPN કંફિગરરેશનની બહાર મોટાભાગની ઍપ્સ, સેવાઓ અને સિસ્ટમ ફંકશન દ્વારા નેટવર્ક ટ્રાફિકને રૂટ કરતા અટકાવે છે.

જરૂરી સિસ્ટમ સેવાઓ માટે આવશ્યક અમુક ટ્રૅફિક જેવા કે તમારા સ્થાનિક નેટવર્કના રાઉટર સાથે સીધું કનેક્શન (જે નેટવર્ક કનેક્શન જોડવા અને જાળવી રાખવા માટે આવશ્યક છે) અને અમુક મોબાઇલ સેવાઓ જે માત્ર નેટવર્ક પર કામ કરે છે (જેમાં વિઝ્યુઅલ વૉઇસમેલ સામેલ હોઈ શકે છે, ઉપલબ્ધ હોય ત્યાં) તેને કોઈ સક્રિય VPN કંફિગરેશન દ્વારા રૂટ કરવામાં આવશે નહિ.

2025-12-12