વૉલેટ અને પ્રાઇવસિ

કોઈ પાસ ઉમેરવાથી તે તમારા Apple અકાઉંટ સાથે સંબદ્ધ થઈ જશે. તમારા ડિવાઇસ દ્વારા સેટઅપ અને મૅનેજમેંટ માટે પાસ પ્રોવાઇડર સાથે ડિવાઇસ આઇડેંટિફાયર શેર કરવામાં આવી શકે છે.
 

વૉલેટને તમારા કાર્ડ અને પાસને વધારે સુરક્ષિત અને પ્રાઇવેટ રીતે સ્ટોર અને મૅનેજ કરવામાં તમારી સહાય માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.


Privacy Icon

  • જ્યારે તમે પાસ ઉમેરો છો ત્યારે તે તમારા Apple અકાઉંટ સાથે જોડવામાં આવે છે અને તમારો પાસ ડિસ્પ્લે અને મૅનેજ કરી શકાય તે માટે પાસની કેટલીક માહિતી Apple સાથે શેર કરવામાં આવી શકે છે.
  • તમારા ડિવાઇસ દ્વારા સેટઅપ અને મૅનેજમેંટ માટે પાસ પ્રોવાઇડર સાથે યૂનિક ડિવાઇસ આઇડેંટિફાયર શેર કરવામાં આવી શકે છે.
  • Apple અહીં આપેલી માહિતી અનુસાર તમારી પાસ માહિતીનો ઉપયોગ કરશે. તમારા પાસ પ્રોવાઇડર તમારી પાસ માહિતીને તેની પ્રાઇવસિ પૉલિસીમાં આપેલા વર્ણન અનુસાર ઉપયોગ કરી શકે છે.
  • ક્રેડિટ, ડેબિટ, પ્રીપેડ અને ટ્રાંઝિટ કાર્ડ જેવા સંપર્કરહિત ચુકવણી પાસ માટેની માહિતી www.apple.com/in/legal/privacy/data/en/apple-pay પર Apple Pay અને પ્રાઇવસિમાં આપેલી છે.

વૉલેટ દ્વારા તમને સરળ ઍક્સેસ માટે ડિજિટલ ટિકિટ, બોર્ડિંગ પાસ, કી વગેરે એક જ સ્થાન પર સ્ટોર કરવાની સુવિધા મળે છે.

વૉલેટમાં પાસ ઉમેરવા અને મૅનેજ કરવા

પાસ પ્રોવાઇડર દ્વારા પ્રદાન કરેલા પાસને “Apple વૉલેટમાં ઉમેરો” લિંક પર ટૅપ કરીને અથવા વૉલેટ નીચે “પાસ સંપાદિત કરો” પર ટૅપ કરીને, સ્કૅન કોડને સિલેક્ટ કરીને અને તમારા પાસના QR કોડને સ્કૅન કરીને તમે વૉલેટમાં પાસ ઉમેરી શકો છો. તમે તૃતીય પક્ષની ઍપ દ્વારા પણ વૉલેટમાં સીધા પાસને ઉમેરી શકો છો. તમે વૉલેટમાં પાસ ઉમેરો છો તો તમારા ડિવાઇસ વૉલેટમાં પાસને ડિસ્પ્લે કરવા માટે જરૂરી માહિતી Appleને મોકલે છે અને તેમાં પાસમાં ટિકિટ નંબર અને નામ જેવી સ્વયં દેખાતી માહિતીનો સમાવેશ થાય છે. Apple દ્વારા પાસ અને પાસની માહિતીને તમારા Apple અકાઉંટ સાથે જોડવામાં આવે છે, આ માહિતીને જ્યાં સુધી પાસ વૉલેટમાં રહે છે ત્યાં સુધી સ્ટોર કરવામાં આવે છે અને માહિતીનો ઉપયોગ પાસને ડિસ્પ્લે અને મૅનેજ કરવા માટે કરે છે. Apple તમારા પાસ વિષેની માહિતી પણ એકત્રિત કરી શકે છે જેનાથી બિલ પાસ પ્રોવાઇડર દ્વારા તમારી વ્યક્તિગત રીતે ઓળખ કરી શકાતી નથી.

જ્યારે વૉલેટમાં પાસ ઉમેરવામાં આવે છે ત્યારે તમારું ડિવાઇસ પણ એક યૂનીક આઇડેંટિફાયર જનરેટ કરી શકે છે અને પાસ પ્રોવાઇડર સાથે શેર કરી શકે છે. પાસ પ્રોવાઇડર આ યૂનીક આઇડેંટિફાયરનો ઉપયોગ સેટ અપ કરવા અને પાસને મૅનેજ કરવા જેમકે પ્રારંભ સમય અથવા બોર્ડિંગ ગેટ જેવી પાસ માહિતીને અપડેટ કરવા માટે કરી શકે છે. યૂનિક ડિવાઇસ આઇડેંટિફાયર તમારી અને તમારા ડિવાઇસની કોઈ માહિતી દર્શાવતું નથી અને તે દરેક પાસ પ્રોવાઇડર માટે અલગ હોય છે. અમુક પાસ તમને પાસ પ્રોવાઇડરની પાસની પાછળ રહેલા ઑટોમૅટિક અપડેટને સક્ષમ કરીને અથવા અક્ષમ કરીને પાસને મૅનેજ કરવાની ક્ષમતા પર કંટ્રોલ આપી શકે છે.

પાસને કાઢી નાખવા માટે પાસની પાછળના ભાગે પાસ કાઢી નાખો પર ટૅપ કરો અથવા તમારા વૉલેટમાં નીચે પાસને સંપાદિત કરો પર ટૅપ કરો. તમે સંપર્કરહિત ચુકવણી માટે ઉપયોગ ન થતો હોય તેવો પાસ કાઢી નાખો તો તમારું ડિવાઇસ પાસને ડિલીટ કરશે અને પરિણામે Apple પાસ સાથે જોડાયેલી તમામ માહિતી ડિલીટ કરશે. તમારા પાસ પ્રોવાઇડર પાસની માહિતી અને યૂનિક ડિવાઇસ આઇડેંટિફાયરને તે પછી પણ જાળવી રાખી શકે છે.

પાસને શેર કરવું

વૉલેટની મદદથી તમે AirDrop, iMessage, Mail અથવા તૃતીય પક્ષ મેલ, મેસેજિંગ અથવા અન્ય સંચાર ઍપ્સ દ્વારા પાસને શેર કરી શકો છો. તમે પાસને શેર કરવા માટે તૃતીય પક્ષ ઍપનો ઉપયોગ કરતા હો તો શેરિંગ તેની પ્રાઇવસિ પૉલિસીને આધિન રહેશે. જો પ્રાપ્તકર્તા પાસ સ્વીકારે છે તો તેમને પાસની નકલ અને પાસ પર દેખાતી તમામ માહિતી પ્રાપ્ત થશે. જ્યારે ફેમિલી શેરિંગ સક્ષમ હોય ત્યારે ફેમિલી ઑર્ગનાઇઝર અથવા વાલી અથવા બાળકનું અકાઉંટ ધરાવતા કાનૂની ગાર્ડિયન દ્વારા શેર કરાયેલા પાસ ઑટોમૅટિક રીતે સ્વીકારવામાં આવી શકે છે.

જો તમે પાસ પ્રદાતા દ્વારા મેનેજ કરેલ પાસ શેર કરો છો, તો તમારું ડિવાઇસ પાસ પ્રદાતાને સૂચિત કરી શકે છે કે પાસ શેર કરવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે, જો પાસ ચાર જેટલા અતિથિઓ માટે માન્ય હોય તો તમારા ડિવાઇસ દ્વારા પાસ પ્રદાતાને કેટલી વાર પાસ શેર કરવામાં આવે તેની જાણ કરવામાં આવી શકે છે જેથી પાસ પ્રદાતા પાસ મર્યાદા લાગુ કરી શકે છે. જો Apple પાસને મૅનેજ કરવામાં મદદ કરે છે તો તમારું ડિવાઇસ Appleને પણ કહેશે કે પાસ શેર કરવામાં આવ્યો છે અને તે કોની સાથે શેર કરવામાં આવ્યો છે. Apple આ માહિતીનો ઉપયોગ ફક્ત Passને મૅનેજ કરવા માટે કરશે અને તે માહિતીને સ્ટોર કરશે નહિ.

ટ્રાંઝિટ કાર્ડ ઉમેરવા અને મૅનેજ કરવા

વૉલેટમાં ટ્રાંઝિટ કાર્ડ ઉમેરવાથી, તમારા ટ્રાંઝિટ કાર્ડની માહિતીને Apple અકાઉંટ સાથે જોડવામાં આવશે. જ્યાં સુધી તમારા ટ્રાંઝિટ કાર્ડ પર તમારી પાસે પોઝિટિવ બૅલેંસ છે ત્યાં સુધી તમે બૅલેંસ ફરીથી પ્રાપ્ત કરી શકો તેની ખાતરી કરવા માટે કાર્ડ તમારા Apple અકાઉંટ સાથે લિંક રહેશે. તમે વૉલેટમાં એક કરતા વધુ ટ્રાંઝિટ કાર્ડ ઉમેરો તો Apple અથવા તેના પાર્ટનર વિવિધ કાર્ડ સાથે જોડેલી વ્યક્તિગત અને અકાઉંટ માહિતીને ઉમેરવામાં સક્ષમ થઈ શકે છે, ઉદાહરણ તરીકે પર્સનલાઇઝ કરેલા ટ્રાવેલ કાર્ડને બિન-પર્સનલાઇઝ કરેલા ટ્રાવેલ કાર્ડ સાથે જોડી શકાય છે. જાપાનમાં, મોબાઇલ ડિવાઇસ કૅરિઅર સાથે સમયાવધિ ધોરણે વૉલેટમાં ટ્રાંઝિટ કાર્ડ સેટઅપ કરવા અંગે એગ્રીગેટ, વ્યક્તિગત રૂપે ઓળખ ન થઈ શકે તેવી માહિતીને શેર કરી શકાય છે.

જ્યારે તમે ટ્રાંઝિટ કાર્ડનો ઉપયોગ કરો છો ત્યારે થોડા સમય પહેલાં વિઝિટ કરેલ સ્ટેશન, ટ્રાંઝેક્શન હિસ્ટરી અને વધારાની ટિકિટ વગેરે માહિતીને સંપર્કરહિત કાર્ડ રીડર દ્વારા ઍક્સેસ કરી શકાશે. જો કોઈ કાર્ડ એક્સપ્રેસ ટ્રાંઝિટ કાર્ડ (એવું સેટિંગ જે તમને Touch ID, Face ID અથવા પાસકોડ વિના ટ્રાંઝેક્શન પૂરાં કરવા દે છે) તરીકે સેટ કરેલ હોય તો આ માહિતી કોઈ પણ નજીકના સંપર્કરહિત કાર્ડ રીડર દ્વારા ઍક્સેસ કરવામાં આવી શકે છે. તમે તમારા iOS ડિવાઇસ પર સેટિંગ્સ > વૉલેટ & Apple Pay અથવા Apple Watch ઍપમાં વૉલેટ & Apple Pay > એક્સપ્રેસ ટ્રાંઝિટ કાર્ડને ટૅપ કરીને અને ચુકવણી કાર્ડને ટૅપ કરીને એક્સપ્રેસ ટ્રાંઝિટને મૅનેજ કરી શકો છો.

પુરસ્કાર અને ગિફ્ટ કાર્ડ ઉમેરવા અને મૅનેજ કરવા

તમે પસંદગીના સ્ટોરમાં સંપર્કરહિત પુરસ્કાર અને ગિફ્ટ કાર્ડ ટ્રાંઝેક્શન કરવા માટે વૉલેટમાં સંગ્રહિત પાત્ર પુરસ્કાર અને ગિફ્ટ કાર્ડનો ઉપયોગ કરી શકો છો. જો તમે વૉલેટમાં પુરસ્કાર અથવા ગિફ્ટ કાર્ડ ઉમેરો તો તમારા અકાઉંટ અથવા કાર્ડ (આઇડેંટિફાયર સહિત) વિષેની માહિતી તમારા ડિવાઇસ પર સંગ્રહિત કરવામાં આવશે અને iCloud દ્વારા સિંક કરવામાં આવશે. તમે સેટિંગ્સ > [તમારું નામ] > iCloud > iCloudનો ઉપયોગ કરતી ઍપ્સ > તમામ બતાવો પર જઈને પછી વૉલેટને બંધ કરવા માટે ટૅપ કરીને iCloud સિંકને અક્ષમ કરી શકો છો.

Apple Gift Card રિડીમ કર્યા પછી અથવા તમારા Apple અકાઉંટ બૅલેંસમાં મૂલ્ય ઉમેર્યા પછી તમારું Apple અકાઉંટ કાર્ડ વૉલેટમાં ઉમેરવામાં આવશે જેથી તમે સરળતાથી તમારાં ટ્રાંઝેક્શન જોઈ શકો અને Apple Storeમાં ખરીદી માટે તમારા Apple અકાઉંટ બૅલેંસનો ઉપયોગ કરી શકો.

જો તમે સ્ટોરમાં તમારા પુરસ્કાર અથવા ગિફ્ટ કાર્ડનો ઉપયોગ કરો તો ચુકવણી ટર્મિનલ દ્વારા ટ્રાંઝેક્શનના ભાગરૂપે તમારા ડિવાઇસ પર ઉપલબ્ધ તેને લગતા પુરસ્કાર અથવા ગિફ્ટ કાર્ડથી પુરસ્કાર અથવા ગિફ્ટ કાર્ડ આઇડેંટિફાયરની વિનંતી કરી શકાય છે. તમે વૉલેટમાં કાર્ડને સિલેક્ટ કરીને અને કાર્ડ વર્ણનમાં ઑટોમૅટિક સિલેક્શનને અક્ષમ કરીને આ ફંકશનાલિટીને અક્ષમ કરી શકો છો. પસંદગીના સ્ટોરમાં જો ચુકવણી ટર્મિનલને તમારા ડિવાઇસમાંથી પુરસ્કાર કાર્ડ આઇડેંટિફાયર પ્રાપ્ત ન થાય તો તેના દ્વારા એક સૂચના મોકલવામાં આવી શકે છે જેમાં પૂછવામાં આવશે કે શું તમે તમારા પુરસ્કાર કાર્ડને વૉલેટમાં ઉમેરવા અથવા તમે સભ્ય ન હોવ તો મર્ચન્ટના પુરસ્કાર કાર્યક્રમ માટે સાઇન અપ કરવા માગો છો કે કેમ. પુરસ્કાર માટે સાઇન અપ કરવાની સ્થિતિમાં બની શકે કે મર્ચન્ટ તમારી પાસેથી તેમને આપવા માટે તમારું નામ, પિન કોડ, ઇમેલ અડ્રેસ અને ફોન નંબર જેવી માહિતી માટે વિનંતી કરી શકે છે. તમે મર્ચન્ટના પુરસ્કાર કાર્ડને પર્સનલાઇઝ કરો ત્યારે Appleને સૂચના પ્રાપ્ત થશે પરંતુ તમારા દ્વારા શેર કરવાની માહિતી સીધી તમારા ડિવાઇસથી મર્ચન્ટને મોકલવામાં આવશે અને તેની સાથે મર્ચન્ટની પ્રાઇવસિ પૉલિસી અનુસાર વ્યવહાર કરવામાં આવશે.

વિદ્યાર્થી ID કાર્ડ ઉમેરવા અને મૅનેજ કરવા

જો તમે વૉલેટમાં સપોર્ટેડ વિદ્યાર્થી ID કાર્ડ ઉમેરવાનું પસંદ કરો તો તમારા વિદ્યાર્થી ID કાર્ડ વિષેની માહિતી અને અમુક ડિવાઇસ સેટિંગ્સ સક્ષમ છે કે નહિ, તેની માહિતી Appleને પ્રદાન કરી શકાય છે. તમારા ID કાર્ડને સક્ષમ કરવા, યોગ્યતા નિર્ધારિત કરવા, તમારા કાર્ડનું સેટ અપ કરવા અને છેતરપિંડી રોકવા માટે પણ Apple દ્વારા તમારી સ્કૂલ અને તમારી સ્કૂલ દ્વારા અધિકૃત પ્રોવાઇડરને માહિતી પ્રદાન કરી શકાય છે જેમાં આ સામેલ છે :

  • તમારો વિદ્યાર્થી ID કાર્ડ નંબર
  • તમારા Apple અકાઉંટ સાથે જોડાયેલ નામ અને બિલિંગ અડ્રેસ
  • તમારા ડિવાઇસ અને જો તમે Apple Watchનો ઉપયોગ કરતા હો તો પેર કરેલા iOS ડિવાઇસ અંગેની માહિતી (ઉદાહરણ તરીકે, ડિવાઇસ આઇડેંટિફાયર, તમારા ડિવાઇસનું મૉડલ)

Apple તમારા વિદ્યાર્થી IDનો ફોટો પ્રાપ્ત કરે છે અને તેને તમારા Apple અકાઉંટ સાથે સ્ટોર કરે છે. જો તમે વિદ્યાર્થી ID કાર્ડનો ઉપયોગ કરો અને કોઈ કાર્ડ એક્સપ્રેસ મોડ (એવું સેટિંગ જે તમને Touch ID, Face ID અથવા પાસકોડ વિના ટ્રાંઝેક્શન પૂરાં કરવા દે છે)માં ચલાવવા માટે સેટ કરેલ હોય તો સંપર્કરહિત કાર્ડ રીડર તમારા ID કાર્ડ નંબરને ઍક્સેસ કરી શકે છે. તમે તમારા iPhone પર સેટિંગ્સ > વૉલેટ અને Apple Pay અથવા Apple Watch ઍપમાં વૉલેટ અને Apple Payમાં એક્સપ્રેસ મોડને મૅનેજ કરી શકો છો.

કાર કી ઉમેરવી અને મૅનેજ કરવી

વૉલેટમાં તમે વિવિધ વાહનો માટે કાર-કી ઉમેરી અને શેર કરી શકો છો. તમે વાહનને તમારા જાહેર કરવા માટે પેરિંગ કોડ દાખલ કરીને વૉલેટમાં કારની કી ઉમેરી શકો છો અને તમારા ડિવાઇસને તમારા વાહન સાથે જોડી શકો છો. સફળ થવા પર તમારું ડિવાઇસ Appleને નોંધણીની પ્રમાણિતતાની પુષ્ટિ કરીને માહિતી મોકલે છે, જે Apple વાહન ઉત્પાદકને મોકલે છે, માત્ર વાહન ઉત્પાદક માહિતી જોઈ શકે છે, Apple નહિ.

તમારી કાર કી સેટ અપ કરવા માટે Apple તમારા વાહન ઉત્પાદક સાથે એક આઇડેંટિફાયર શેર કરે છે. આ ડિવાઇસ આઇડેંટિફાયર દરેક વાહન ઉત્પાદક માટે અલગ હોય છે અને તેને સેટિંગ્સ > સામાન્ય > રિસેટ > તમામ કૉન્ટેંટ અને સેટિંગ્સ મિટાવો પર જઈને રિસેટ કરી શકો છો. તમારા વાહન ઉત્પાદક આ ડિવાઇસ આઇડેંટિફાયરને એ માહિતી સાથે જોડી શકે છે જે તેમની પાસે ઉપલબ્ધ હોય અને તે તેમની પ્રાઇવસિ પૉલિસી અનુસાર તમારી આ માહિતીને પ્રોસેસ કરશે.

તમે તમારી કાર કી પાસની પાછળ આમંત્રિત કરો પર ટૅપ કરીને તમે ઇચ્છિત ઍક્સેસ પ્રકાર સિલેક્ટ કરીને અને iMessageનો ઉપયોગ કરીને કાર-કી પાસને શેર કરીને કાર કી શેર કરી શકો છો. કાર કી પાસ સેટઅપ અને મૅનેજ કરવામાં મદદ માટે Apple દ્વારા પાસ કોને શેર કરવામાં આવ્યા હતા અને કેવા પ્રકારનો ઍક્સેસ આપવામાં આવ્યો હતો તે અંગેની માહિતી વાહન ઉત્પાદકને ફૉરવર્ડ કરવામાં આવે છે; Apple આ માહિતી જોઈ શકતું નથી. Apple વાહન ઉત્પાદક સાથે પાસ પ્રાપ્તકર્તાનું આઇડેંટિફાયર પણ શેર કરે છે જેથી તે તમારા પાસને મૅનેજ કરી શકે. પાસ પ્રાપ્તકર્તાઓ માટે ઑનરની જેમ જ વાહન ઉત્પાદક ડિવાઇસ આઇડેંટિફાયરને જે પ્રાપ્ત કર્યા અંગેની હોઈ શકે તેવી માહિતી સાથે કનેક્ટ કરી શકે છે અને તે તેમની પ્રાઇવસિ પૉલિસી અનુસાર તેને પ્રોસેસ કરી શકે છે.

Apple જેમકે તમે વાહનને લૉક અથવા અનલૉક કરવા માટે તમારા કાર-કી પાસનો ઉપયોગ ક્યારે કરો છો જેવી વાહનના ઉપયોગ અંગેની માહિતી કલેક્ટ કરતું નથી અને જાળવી રાખતું નથી. તમારા વાહન ઉત્પાદક તમારી સાથેના કરાર અનુસાર વાહન ઉપયોગ અંગેની માહિતીને કલેક્ટ કરી શકે છે. વધુ માહિતી માટે અમે તમને તમારા વાહનના ઉત્પાદકની પ્રાઇવસિ પૉલિસીને રિવ્યૂ કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ.

હોમ કી ઉમેરવી અને મૅનેજ કરવી

HomeKit-સક્ષમ લૉક તમારા હોમમાં ઉમેરવામાં આવે ત્યારે જેવી રીતે હોમ ઍપ સાથે લૉક ઉમેરવામાં આવે છે તેવી રીતે હોમ કી ઑટોમૅટિક રીતે વૉલેટમાં ઉમેરવામાં આવે છે. દરેક ઘર દીઠ એક હોમ કી છે, જો તમારા ઘરમાં વધારે લૉક હોય તો તમે હોમ ઍપ અથવા તમે HomeKit-સક્ષમ લૉકને મૅનેજ કરવા માટે ઉપયોગ કરતા હો તેવી અન્ય કોઈ ઍપમાં લૉકને જોઈને મૅનેજ કરી શકો છો. જ્યારે તમે ઘરના સભ્ય નથી રહેતા અથવા તમામ HomeKit-સક્ષમ લૉક ઘરમાંથી કાઢી નાખવામાં આવે તો તમારી હોમ-કી વૉલેટમાંથી ઑટોમૅટિક રીતે ડિલીટ કરવામાં આવશે.

આરોગ્ય ઍપમાંથી રસીકરણ કાર્ડને ઉમેરવા અને મૅનેજ કરવા

તમારું રસીકરણ કાર્ડ વૉલેટમાં પણ લિંક કરવામાં આવશે જેથી તમે આરોગ્ય ઍપમાં તમારા રસીકરણ રેકોર્ડને ઉમેરવા માટે કોઈ QR કોડ અથવા ડાઉનલોડ લિંકનો ઉપયોગ કરો તો તમે તમારું રસીકરણ કાર્ડ ઝડપથી ઍક્સેસ કરી શકશો. જ્યારે તમે રસીકરણ કાર્ડ વૉલેટમાં ઉમેરવામાં આવે છે ત્યારે વૉલેટ ઍપ દ્વારા તમારા રસીકરણ રેકોર્ડની એક કૉપિ જેના પર તમે રસીકરણ કાર્ડ ઉમેર્યું હતું તે ડિવાઇસ પર સ્ટોર કરવામાં આવશે. તમારા રસીકરણના કાર્ડમાં તમારું નામ, જન્મતારીખ, રસીનો પ્રકાર અને રસીની તારીખ જેવી માહિતી હોય છે. તમારું ડિવાઇસ આ માહિતીનો ઉપયોગ તમારા રસીકરણ કાર્ડને ડિસ્પ્લે કરવા માટે કરે છે. વૉલેટમાં સ્ટોર કરેલું રસીકરણ કાર્ડ તમારા તમામ ડિવાઇસ પર સિંક કરવામાં આવતું નથી અને તેનું iCloud પર બૅકઅપ લેવામાં આવશે નહિ. Apple તમારા રસીકરણ કાર્ડ પરની અથવા તમારા રસીકરણ કાર્ડના ઉપયોગની માહિતી જોઈ શકતું નથી.

તમારા રસીકરણ કાર્ડની સંપૂર્ણ વિગત ત્યાં સુધી લૉક સ્ક્રીન પર દેખાશે નહિ જ્યાં સુધી તમે Face ID, Touch ID અથવા પાસકોડથી પ્રમાણિત કરતા નથી. તમારા રસીકરણ કાર્ડની વિગતો રજૂ કરવા માટે તમારે પહેલાં તેને પ્રમાણિત કરવી આવશ્યક છે. એક વાર પ્રમાણિત થઈ જાય પછી તમારા ડિવાઇસનો ઍક્સેસ ધરાવતી કોઈ પણ વ્યક્તિ તમારા રસીકરણ કાર્ડને તે તમારા ડિવાઇસ સ્ક્રીન પર ડિસ્પ્લે થાય ત્યારે જોઈ શકશે આથી તમારે તમારા ડિવાઇસની સુરક્ષા માટે સાવચેતી રાખવી જરૂરી છે.

તમે તમારા રસીકરણ કાર્ડને વૉલેટમાંથી કોઈ પણ સમયે કાઢી શકો છો. વૉલેટમાંથી તમારું રસીકરણ કાર્ડ કાઢી નાખવાથી આરોગ્ય ઍપમાં સ્ટોર થયેલ તમારા રસીકરણ રેકોર્ડની કૉપિ ડિલીટ થશે નહિ. તમે આરોગ્ય ઍપમાં કોઈ પણ સમયે તમારા રસીકરણના રેકોર્ડને ડિલીટ કરી શકો છો. જો તમે આરોગ્ય ઍપમાંથી તમારા રસીકરણ કાર્ડને ડિલીટ કરશો તો વૉલેટમાંથી તેને સંબંધિત રસીકરણ કાર્ડને પણ ડિલીટ કરવામાં આવશે.

ઑટોફિલ કાર્ડ

તમારી અનુકૂળતા માટે તમારા સેવ કરેલા ઑટોફિલ કાર્ડને હવેથી કદાચ સેટિંગ્સ > વૉલેટ અને Apple Pay પર જઈને મૅનેજ કરી શકાય. ઑટોફિલ કાર્ડ તમારા iCloud કીચેનમાં સ્ટોર કરવામાં આવે છે અને Apple વૉલેટમાં સ્ટોર કરવામાં આવતા નથી. તમે સેટિંગ્સ > વૉલેટ અને Apple Pay પર જઈને “આ કાર્ડનો Apple Pay સાથે ઉપયોગ કરો” પર ટૅપ કરીને Apple Pay સાથે ઑટોફિલ કાર્ડનો ઉપયોગ કરવાનું પસંદ કરી શકો છો. સક્ષમ કરેલું હોય ત્યારે તમારું ડિવાઇસ તમારા iCloud કીચેનમાંથી તમારા ઑટોફિલ કાર્ડના નંબરને Apple Payની પાત્રતા નક્કી કરવા માટે તમારા કાર્ડના ચુકવણી નેટવર્ક સાથે શેર કરે છે. જો યોગ્ય હોય તો વધુ સુરક્ષિત ટ્રાંઝેક્શનને સક્ષમ કરવામાં મદદ કરવા માટે તમે તમારા સેવ કરેલા ઑટોફિલ કાર્ડને Apple Payમાં ઉમેરવાની પ્રક્રિયા શરૂ કરી શકો છો.

તમારી સાથે સંચાર કરવો

Apple તમને Apple વૉલેટ અને અન્ય Apple પ્રૉડક્ટ, સેવા અને તમને રસ પડી શકે તેવી ઑફર વિષે સંચાર મોકલવા માટે તમે વૉલેટમાં ઉમેરેલા પાસના પ્રકાર અને તમારા iCloud પરિવારના સ્ટેટસ સહિત તમારા અકાઉંટ વિષેની માહિતીનો ઉપયોગ કરી શકે છે. તમારું ડિવાઇસ સંબંધિત સંચારને ઓળખવા માટે Apple વૉલેટમાં થતી તમારી ઍક્ટિવિટી અને તમારા અંદાજિત લોકેશન (જ્યાં લોકેશન સેવા સક્ષમ કરેલી હોય ત્યાં)નો પણ ઉપયોગ કરી શકે છે. ઉદાહરણ તરીકે, તમારું ડિવાઇસ તમારા મેટ્રોપૉલિટન વિસ્તારમાં Apple વૉલેટ ટ્રાંઝિટ પાસ ઉપલબ્ધ હોવાનું શેર કરી શકે છે. તમારી Apple વૉલેટ ઍક્ટિવિટી અથવા અંદાજિત લોકેશનની માહિતીની જાણ તમારા ડિવાઇસને હોય છે અને Appleને હોતી નથી. તમે સેટિંગ્સ > વૉલેટ અને Apple Pay પર જઈને તમારી સંચારની પ્રાથમિકતા બદલી શકો છો.

વ્યક્તિગત ડેટા પ્રોસેસ કરવા માટે લાગુ પડતો કાનૂની આધાર

અમે તમારા વૉલેટના વ્યક્તિગત ડેટાને સામાન્ય રીતે Apple સાથે તમારા કરારના અમલ માટે પ્રોસેસ કરીએ છીએ કારણ કે તે સેવા પ્રદાન કરવા અને અમારી કાનૂની બાધ્યતાનું અનુપાલન કરવા માટે જરૂરી હોય છે. જ્યા સંમતિ અનુરૂપ કાનૂની આધાર હોય છે ત્યાં અમે તેને લાગૂ પડતા સ્થાનિક કાયદા પ્રમાણે પ્રાપ્ત કરવાની કોશિશ કરીએ છીએ.

જ્યાં લાગૂ પડતા સ્થાનિક કાયદા નિર્દેશિત કરે છે ત્યાં અમે અમારા અથવા તૃતીય પક્ષના કાયદેસરના હિતોના હેતુ માટે જરૂર અનુસાર નિમ્નલિખિત શ્રેણીના વ્યક્તિગત ડેટાને પ્રોસેસ કરીએ છીએ જેમાં આ માહિતીનો પણ સમાવેશ થાય છે :

  • તમારું અકાઉંટ, જેમ કે તમારું અકાઉંટ સક્રિય છે કે કેમ
  • તમારું ડિવાઇસ, જેમ કે ડિવાઇસ પ્રકાર, સોફ્ટવેર વર્ઝન અને ડિવાઇસનો સિરિઅલ નંબર
  • તમારો પાસ, જેમ કે પાસ પર ડિસ્પ્લે કરવામાં આવતી માહિતી
  • પાસ માટે અપડેટ પ્રદાન કરવા માટે અધિકૃત છે એવા તૃતીય પક્ષ જેવા તમારા પાસ ઇસ્યૂકર્તા
  • તમારા દ્વારા વૉલેટનો ઉપયોગ ઉદાહરણ તરીકે તમે ઉમેરેલા પાસની સંખ્યા અને પ્રકાર (ઉદાહરણ તરીકે હૉટેલ, કૉર્પોરેટ), પછી ભલે તમે પાસ શેર કર્યા હોય કે નહિ
  • તમારું લોકેશન

આ તર્કસંગત હિતમાં સામેલ છે :

  • પાસ ઉમેરવા અને મૅનેજ કરવા
  • તમારા માટે અને અન્ય લોકો માટે સર્વિસને સુધારવા અને ઑપ્ટિમાઇઝ કરવામાં મદદ કરવી
  • તમારા માટે સુસંગત હોય તેવા ફીચર શોધવામાં તમારી મદદ કરવી
  • ઑફર માટે પાત્રતા તપાસવી
  • જેમાં તમને રસ હોય તેવા વૉલેટ અને અન્ય Apple પ્રૉડક્ટ, સેવાઓ અને ઑફર સંબંધિત કમ્યૂનિકેશન મોકલવુ
  • છેતરપિંડી અને અન્ય સંદેહયુક્ત ઍક્ટિવિટીથી બચાવે છે

અન્ય માહિતી

ક્રેડિટ અને ડેબિટ કાર્ડ જેવા સંપર્કરહિત ચુકવણી પાસ માટેની માહિતી www.apple.com/legal/privacy/data/en/apple-pay પર Apple Pay અને પ્રાઇવસિમાં આપેલી છે.

જે વૉલેટ ડેટાથી તમારી વ્યક્તિગત ઓળખ છતી ન થતી હોય જેમ કે તમે વૉલેટ ફીચર સાથે કઈ રીતે ઇંટરૅક્ટ કરો છો જેમાં સૂચનાઓ સામેલ છે, તેને સામાન્ય રીતે વૉલેટ અને અન્ય Apple પ્રૉડક્ટ અને સેવાઓને બહેતર બનાવવા માટે મર્યાદિત સમયગાળા સુધી જાળવી શકાય છે.

હંમેશા Apple દ્વારા કલેક્ટ કરવામાં આવેલી માહિતીને Apple પ્રાઇવસિ પૉલિસી અનુસાર વ્યવહારમાં લાવવામાં આવશે જેને www.apple.com/in/privacy પર જોઈ શકાય છે.

2025-12-12