Wi-Fi કૉલિંગ અને પ્રાઇવસિ
Wi-Fi કૉલિંગ તમારી માહિતી સુરક્ષિત રાખવા માટે અને તમે શું શેર કરો છો તે તમને પસંદ કરવા દેવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
અમુક નેટવર્ક પ્રોવાઇડર દ્વારા તમે તમારા iOS અથવા watchOS ડિવાઇસ અને તમારા Mac કંપ્યૂટરથી Wi-Fi (જ્યારે Wi-Fi સિગ્નલ નબળું અથવા અનુપલબ્ધ હોય ત્યારે iPadના Wi-Fi + Cellular પર અને/અથવા મોબાઇલ ડેટા)નો ઉપયોગ કરીને કૉલ કરી અને મેળવી શકો છો.
જો તમે Wi-Fi કૉલિંગને સક્ષમ કરો અને Wi-Fi કૉલિંગને સક્ષમ કરતા ડિવાઇસથી Wi-Fi નેટવર્ક પર કનેક્ટ કરે તો, તમારા IP અડ્રેસના આધારે જે દેશમાંથી તમે નેટવર્ક કનેક્ટ કર્યું હોય (અથવા લાગૂ પડતું હોય તો મોબાઈલ નેટવર્ક)ના આધારે નેટવર્ક પ્રોવાઇડરને બિલિંગ અને સેવા ઉપલબ્ધ કરાવવાના હેતુથી માહિતી મોકલી શકાય છે. જો તમે તમારા નેટવર્ક પ્રોવાઇડર સાથે આ માહિતી શેર કરવા ન માંગતા હો તો તમે તમારા iPhone અને પેર કરેલી Apple Watch સહિત તમારા અન્ય ડિવાઇસમાં સેટિંગ્સ > ઍપ્સ > ફોન પર જઈને આ iPhoneમાં Wi-Fi કૉલિંગ બંધ કરવા માટે ટૅપ કરીને અને અન્ય ડિવાઇસ માટે Wi-Fi કૉલિંગ ઉમેરો બંધ કરવા માટે ટૅપ કરીને Wi-Fi કૉલિંગ બંધ કરી શકો છો. તમારા iPhoneમાં અન્ય ડિવાઇસ જેમાં Wi‑Fi કૉલિંગ સક્ષમ કરેલું હોય તેમાં Wi‑Fi કૉલિંગ બંધ કરવા માટે સેટિંગ્સ > ઍપ્સ > ફોન > અન્ય ડિવાઇસમાં કૉલ પર જઈને અન્ય ડિવાઇસ પર કૉલને અનુમતિ આપો બંધ કરવા માટે ટૅપ કરો પછી ડિવાઇસની સૂચીમાં વ્યકિતગત ડિવાઇસ બંધ કરવા માટે ટૅપ કરો.
Wi-Fi અથવા મોબાઇલ ડેટાના માધ્યમથી શૉર્ટ કોડના કૉલ (જેના દ્વારા સાર્વજનિક સેવાનો ઉપયોગ કરવામાં આવે છે તે સંક્ષિપ્ત નંબર પર કરવામાં આવતા કૉલ) પૂરો કરવા માટે Apple દ્વારા તમારા નેટવર્ક પ્રોવાઇડરને જ્યાથી કૉલ કરવામાં આવી રહ્યો છે તે શહેરની માહિતી આપવી જરૂરી છે જેથી કૉલનું યોગ્ય રીતે રૂટિંગ કરી શકાય. જો તમે શૉર્ટ કોડ કૉલ કરતા સમયે તમારા નેટવર્ક પ્રોવાઇડર સાથે તમે જે શહેરથી કૉલ કરો છો તે શેર કરવા ન માંગતા હોય તો Wi-Fi કૉલિંગ માટે iOS અથવા watchOS ડિવાઇસ પર સેટિંગ્સ > પ્રાઇવસિ અને સુરક્ષા > લોકેશન સેવા > સિસ્ટમ સેવા પર જઈને “Wi-Fi કૉલિંગ બંધ કરો” પર ટૅપ કરીને લોકેશન સેવા બંધ કરી શકો છો. તમે સિસ્ટમ સેટિંગ્સ > પ્રાઇવસિ અને સુરક્ષા > લોકેશન સેવા પર જઈને પછી સિસ્ટમ સેવાઓની બાજુમાં વિગતો પર ક્લિક કરીને અને Wi‑Fi કૉલિંગને બંધ કરવા માટે ક્લિક કરીને તમારા Mac પર Wi‑Fi કૉલિંગ માટે લોકેશન સેવાને બંધ કરી શકો છો. જો તમે Wi-Fi કૉલિંગ માટે લોકેશન સેવા બંધ કરો તો તમારું ડિવાઇસ Wi-Fi કૉલ માટે શૉર્ટ કોડના નંબરને ડાયલ કરવા સાથે તમારા શહેરની માહિતી નિર્ધારિત નહિ કરી શકે અથવા તમારા નેટવર્ક પ્રોવાઇડરને મોકલી નહિ શકે તેના પરિણામ સ્વરૂપ બની શકે કે તમારા નેટવર્ક પ્રોવાઇડર કૉલને યોગ્ય રીતે રૂટ અથવા કનેક્ટ ન પણ કરી શકે.
મોબાઇલ સેવા ઉપલબ્ધ રહેવા પર તમારા iPhone દ્વારા આપાતકાલીન કૉલ તેના માધ્યમથી રૂટ કરવામાં આવે છે. મોબાઇલ સેવા ઉપલબ્ધ ન હોય તેવી સ્થિતિમાં અને તમે Wi-Fi કૉલિંગ સક્ષમ કરેલ હોય તો Wi-Fi દ્વારા આપાતકાલીન કૉલ કરી શકાય છે તેમજ તમારા ડિવાઇસના લોકેશનની માહિતીનો ઉપયોગ આપાતકાલીન કૉલ માટે કરી શકાય છે જેથી તમે લોકેશન સેવા સક્ષમ ન કરો તો પણ રિસ્પૉન્સ પ્રયાસોમાં મદદ કરી શકાય. જોકે તમારા નેટવર્ક પ્રોવાઇડર આપાતકાલીન સેવાઓને રૂટ કરવાના હેતુથી તમારા બિલિંગ અડ્રેસ અથવા તમારા દ્વારા પ્રદાન કરવામાં આવેલા અન્ય અડ્રેસનો ઉપયોગ કરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. તમે તમારા નેટવર્ક પ્રોવાઇડર માટે તમારા અડ્રેસની માહિતીને તમારા iOS ડિવાઇસમાં સેટિંગ્સમાં જઈને અથવા Mac પર FaceTime સેટિંગ્સમાં જઈને અપડેટ કરી શકો છો. તમારે આ માહિતી અપ-ટૂ-ડેટ રાખવી જોઈએ. આમ નહિ કરવાથી બની શકે કે આપાતકાલીન સેવાઓ તમારા ભૌગોલિક લોકેશન સુધી રૂટ ન કરી શકાય. લોકેશનની વિશ્વસનીયતાના કારણે આપાતકાલીન કૉલ કરવા માટે પરંપરાગત મોબાઇલ સર્વિસ અથવા લેંડલાઇન સર્વિસનો ઉપયોગ કરવો જોઈએ તેમજ કોઈ અન્ય વિકલ્પ ન રહેવાની સ્થિતિમાં Wi-Fi કૉલિંગના ફીચરનો ઉપયોગ કરવો જોઈએ.
Wi-Fi કૉલિંગ વિષે વધુ માહિતી મેળવવા માટે તમારા નેટવર્ક પ્રોવાઇડરની શરતો, પ્રાઇવસિ પૉલિસી અને વ્યવહારનો સંદર્ભ લો. હંમેશા Apple દ્વારા કલેક્ટ કરવામાં આવેલી માહિતીને Apple પ્રાઇવસિ પૉલિસી અનુસાર વ્યવહારમાં લાવવામાં આવશે જેને www.apple.com/in/privacy પર જોઈ શકાય છે.
2025-12-12